ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૭ હજાર વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાશે. જેમાં દેશના ૧૮ રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ શ્રીલંકાથી ૨ અને મલેશિયાથી ૧ સ્કાઉટસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન કે.જે.ઠાકર, ઓડિશાના નિવૃત્ત ચીફ જસ્ટીસ કે.એસ.ઝવેરી, મુકેશ ખન્ના વિશેષ ઉપસ્થિત રહેશે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:23 પી એમ(PM) | ગૃહ રાજ્યમંત્રી