ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે ૨ હજાર ૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે ૨ હજાર ૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ લેબ અને આવાસોનું નિરીક્ષણ કરતા જરૂરી સૂચનો કર્યા હતાં.
શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં ટેકનોલોજીનો અસામાજિક પ્રવૃત્તિઓમાં દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ ડિટેક્ટ કરવામાં સાયબર લેબ મહત્વની ભૂમિકા ભજવશે. આધુનિક યુગમાં ડીજીટલ ફ્રોડની વધતી ચેલેન્જને પહોંચી વળવા રાજ્યની સાયબર ટીમ સતત પ્રયાસો કરી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ