ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘રાજ્યમાં દરેક પોલીસ મથકદીઠ એક સાયબર નિષ્ણાતની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો.’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે દેશના પ્રથમ A.I. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ્સ કન્ટ્રૉલ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના રાંચરડા ખાતે આવેલી ઇન્ડસ વિશ્વ-વિદ્યાલયમાં આ કેન્દ્રનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને રોકવા આ કેન્દ્ર દ્રોણા એટલે કે, ડિટેક્શન રિસ્પૉન્સ ઑર્ગેનાઈઝેશન નેટવર્ક એનાલિસીસ 2.O થકી ખૂબ સારા પરિણામો મળશે તેવો મને વિશ્વાસ છે.
દરમિયાન શ્રી સંઘવીએ લોકોને સાયબર છેતરપિંડીથી બચવા સાવચેત રહેવા સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું, રાજ્યમાં દરેક પોલીસમથક દીઠ એક સાયબર નિષ્ણાતની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઘણી મોટી તક સાયબર સુરક્ષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ