સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગતરાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વિડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ મામલે 28 જેટલા લોકોની અટકાયતકરી છે તેમજ આ મામલે 3 ગુના દાખલ કર્યા છે. એક ગુનો નાના બાળકો સામે પણ નોંધાયોછે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ મામલાની તપાસ માટેક્રાઈમબ્રાન્ચ, વિશેષ સંચાલન સમૂહ – SOG અને PCBની 6 ટુકડી બનાવવામાં આવી છે. પોલીસ કન્ટ્રોલ રૂમને આ મામલે 13 ફરિયાદ મળીહતી. સાથે જ લોકોને કોઈ પણ અફવાઓમાં ન આવવા પોલીસ કમિશનરે અપીલ કરી છે
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 7:29 પી એમ(PM) | સુરત | હર્ષ સંઘવી