ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા સરકારે વર્ષ-૨૦૨૩માં રાજ્યના અનેક જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧ હજારથી વધુ લોકોને ૨૬૨ કરોડની લોન આપી છે.
રાજ્યમાં ઝુંબેશ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરે શકે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, ગત માસ સુધીમાં રાજ્યમાં કુલ-૧ હજાર ૬૪૮ લોકદરબારો યોજવામાં આવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 22, 2024 8:17 પી એમ(PM) | હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી
