ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. RTI એક્ટિવિસ્ટ કાયદાનો દૂરઉપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા શ્રી સંઘવીએ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACB સરકારી કચેરીઓમાં આવતાં RTI એક્ટિવિસ્ટની યાદી બનાવી રહ્યું છે. આવનાર સમયમાં રાજ્ય પોલીસ આવા લોકોને શોધી કડક પગલાં લેશે. શ્રી સંઘવીએ ઉમેર્યું કે સુરત શહેરમાં RTI ની આડમાં નાણાં માગવા મામલે 24 ગુના દાખલ કરાયા છે. પ્રચાર માધ્યમોમાં માહિતી પ્રસિદ્ધ કરવાના કિસ્સામાં પણ 14 ગુના નોંધી 19 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અખબારના નામે પૈસા માગતી RTI એકટીવિસ્ટની ટુકડી સામે 6 ગુના દાખલ કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ