ગૃહ મંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે છે. તેમને ભુજના પોલીસ ગ્રાઉન્ડ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું..
હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડ ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલી અર્પીને શહિદોને શ્રધ્ધાંજલી અર્પી હતી.. ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે વિવિધ કામો, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત થનાર ગૌ શાળાનું, તેમજ કચ્છના અંજાર ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું..
આ ઉપરાંત સરહદી રેન્જમાં “ગુરૂ-જન-સેતુ”નો પણ તેમણે આરંભ કરાવ્યો હતો.. માધાપર ખાતે વીરાંગનાઓ સાથે હર્ષ સંઘવીએ વાતચીત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 9, 2024 3:23 પી એમ(PM)