ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 9:20 એ એમ (AM)

printer

ગૃહ મંત્રી અમિત શાહ આજે રાજ્યની એક દિવસની મુલાકાતેઃ અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતનાં એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદ અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ કેટલીક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ તેઓ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું ઉદ્ઘાટન કરશે ..
સુરતના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ મહાનગર પાલિકા અને રેલવે દ્વારા નિર્મિત ડી-કેબિન અંડરપાસ અને ચૈનપુર અંડરપાસનું ઉદ્ઘાટન કરશે. આજે સાંજે ચાર વાગે શ્રી શાહ જળ સંચય અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડની અદ્વૈત સોસાયટીમાં પરકોલેટીંગ વેલનો શિલાન્યાસ કરશે.
ત્યારબાદ તેઓ રાણીપ વોર્ડમાં આરસીસી બોક્સ ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરીને AMCના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. પ્રવાસના અંતે તેઓ CIMS રેલ્વે ઓવરબ્રિજ નીચે બનેલા રમત ગમત સંકુલનું ઉદઘાટન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ