ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરાઇ છે. આ સમિતિ ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધેલા નિર્ણય અનુસાર ગૃહમંત્રાલયે IMCTની રચના કરી છે જે પૂર અને ભૂસ્ખલન રાજ્યોની મુલાકાત લીધી હતી.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 7:41 પી એમ(PM) | વરસાદ