ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભોપાલ યુનિટના કાર્યાલયનું અને દેશભરમાં માનસ-2 હેલ્પલાઇન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે માદક પદાર્થની નાબૂદી પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો હતો. 25 જાન્યુઆરી સુધી ચાલનારી આ ઝૂંબેશમાં 44 હજાર 700 કિલોગ્રામ માદક પદાર્થોનો નિકાલ કરવામાં આવશે, જેનું મૂલ્ય બે હજાર 411 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. શ્રી શાહે આ પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં નશાના દૂષણને નાથવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરાફેરીની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ પરિષદનો હેતુ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માદક પદાર્થોની વધતી જતી હેરાફેરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:12 પી એમ(PM)