ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું હતું કે, તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને તેમણે એવા નાયકોને યાદ કર્યા જેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું.
નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વેગ આપવા માટે 9 થી 15મી ઓગસ્ટ સુધી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ, સરકારે લોકોને તેમના ઘરે તિરંગા ફરકાવવા અને તિરંગા સાથે સેલ્ફી લેવા અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ પર અપલોડ કરવા અપીલ કરી છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:42 પી એમ(PM)