ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું અનાવરણ કર્યું હતું, ભારતપોલ પોર્ટલનો ઉદ્દેશ ઈન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે, જેમાં રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસનો સમાવેશ થાય છે. શ્રી શાહે કહ્યું કે, ભારતપોલ આંતરરાષ્ટ્રીય તપાસને એક નવા યુગમાં લઈ જશે.આ પ્રસંગે શ્રી શાહે 35 CBI અધિકારીઓને પોલીસ ચંદ્રક અર્પણ કર્યા હતા, જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક અને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે
કેન્દ્રીય ગૃહમંત્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.અમારા પ્રતિનિધિ જણાવે છે કે, BHARATPOL પોર્ટલ કાયદા અમલીકરણ એજન્સીઓને વાસ્તવિક સમયની માહિતી મેળવવા માટે નોંધપાત્ર રીતે સુવિધા
આપશે. આ પોર્ટલ સાયબર ગુના, નાણાકીય ગુનાઓ, ઓનલાઈન કટ્ટરતા, સંગઠિત ગુનાઓ, ડ્રગ હેરફેર અને માનવ તસ્કરી સહિતના આંતરરાષ્ટ્રીય ગુનાઓનો સામનો કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 1:51 પી એમ(PM)