ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાંકેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ‘ જમ્મુ કાશ્મીર અને લદાખ: થ્રુ ધ એજીસ શીર્ષક સાથે પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં 7 વિભાગમાં પ્રદેશનો3 હજાર વર્ષનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિતથયેલું આ પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયા અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલરિસર્ચના સહયોગી પ્રયાસોનું પરિણામ છે. શ્રી શાહે તેમના સંબોધનમાં કહ્યુંકે , પુસ્તકતમામ પરિબળોને વિગતવાર રજૂ કરે છે., જૂના મંદિરોના ખંડેરમાં રહેલી કળાસાબિત કરે છે કે કાશ્મીર માત્ર ભારતનો ભાગ છે. શ્રી શાહે કહ્યું કે, કાશ્મીરનેપાળથી અફઘાનિસ્તાન ગયેલી બૌદ્ધ યાત્રાનો પણ એક સંકલિત ભાગ છે. બૌદ્ધ ધર્મથી લઈનેતોડી પાડવામાં આવેલા મંદિરો, સંસ્કૃતનો ઉપયોગ, મહારાજારણજીત સિંહ થી ડોગરા શાસન સુધી, 1947 પછી થયેલી ભૂલો અને તેના સુધારણા સુધીનો તમામઇતિહાસ આ પુસ્તકમાં સામેલ છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 6:23 પી એમ(PM)