ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બે દિવસની બિહારની મુલાકાતે છે. આ દરમિયાન શ્રી શાહ ગોપાલગંજમાં એક જાહેર સભા અને પટનામાં રાજ્ય સ્તરીય સહકારી પરિષદ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સાંજે લોકસભા અને રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે. ગૃહમંત્રી ભાજપની રાજ્ય કોર કમિટી સાથે પણ બેઠક કરશે.આવતીકાલે શ્રી શાહ પટનામાં રાજ્ય સ્તરીય સહકારી પરિષદનું ઉદ્ઘાટન કરશે. તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ કાર્યક્રમમાં સહકારી સમુદાયના સાત હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ત્યારબાદ શ્રી શાહ ગોપાલગંજમાં એક જાહેર સભાને સંબોધિત કરશે.
Site Admin | માર્ચ 29, 2025 9:07 એ એમ (AM)
ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજથી બે દિવસની બિહારની મુલાકાતે.
