ગૂજરાત વિદ્યાપીઠ 105માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંબોધન કરતા આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ સૂચવેલા સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા મૂલ્યો હશે તો દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે. વધુમાં તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવા મૂલ્યોને લઈને આગળ વધે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન ઉદ્દેશ સાથે ગ્રામ જીવન યાત્રાને પ્રસ્થાનકરાવ્યું. 21થી 26 ઑક્ટોબર દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ 18 હજાર જેટલા ગામોમાં ગ્રામજનો તેમજ ખેડૂતોને પ્રાકિતક ખેતી વિશે માર્ગદર્શન આપશે. ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠની વેબસાઇટનું લોકાર્પણ તેમજ ગાંધી વિમર્શના આઠ પુસ્તકોનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે કવિ તુષાર શુક્લએ લખેલા પ્રાકૃતિક કૃષિ ગીતનું પણ લોકાર્પણ કરાયું.
Site Admin | ઓક્ટોબર 19, 2024 7:08 પી એમ(PM)