રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.. રાજ્યમાં ગુરુવંદના,પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણામાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
જામનગરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોએ ગુરૂજનનું અને તેમની પ્રતિમાનું પૂજન- અર્ચન કર્યું હતું.
વડતાલ ધામ અને સંતરામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તજનો મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
જુનાગઢ ભવનાથ તીર્થક્ષેત્રમાં આજે ગુરુપૂજન તેમજ ભોજન, ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી ભક્તિ ભાવપૂર્ણ ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ..
સુરેન્દ્રનગર જીલ્લાના દરેક મંદિરોમાં આજે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.. સુરેન્દ્રનગર ભાજપનાં કાર્યકરો અને હોદેદારોએ જૂદા જૂદા મંદિરોમાં ગુરુ ઊપાસના કરી હતી.. જેમાં વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી..
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા. આ સાથે જ દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે.
બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભાવિકો તેમજ સેવકો ઉમટી પડ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધી મુજબ ગુરુપૂજન કરાયું હતું.. આજે દર્શનાર્થીઓ માટે મંદિર વહીવટ દ્વારા વિશેષ લાડુ અને મહાપ્રસાદ ભોજનનું આયોજન કરાયું..
સાવરકુંડલાના હાથસણી ગામ પાસે માનવ મંદિર આશ્રમમાં સંત શિરોમણી ભક્તિ બાપુની પૂજા- અર્ચના ભક્તો અને સેવકો દ્વારા કરવામાં આવી.. ત્યાં ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..
જેતપુરમાં નરસિંહ મંદિર ખાતે ભગવાનને વાઘાનો શણગાર કરાયો હતો.. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં..
તો અમદાવાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર સહિત વિવિધ જીલ્લાઓમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી