ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 17, 2024 7:07 પી એમ(PM)

printer

ગુરુકુળની પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો – ગુરુકુળ થકી જળવાઈ રહી છે. – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુરુકુળની પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો – ગુરુકુળ થકી જળવાઈ રહી છે.
મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરના કરમડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરતાં કહ્યું હતું કે આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ થઇ છે. યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કીલ કેપિટલ બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમ હોવાનો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
કરમડમાં શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ત્રિદિવસીય પંચાબ્દિ મહોત્સવ યોજાયો છે, જેમાં ઉપસ્થિત રહ્યાં બાદ તેમણે 51માં સમૂહ લગ્નોત્સવમાં પણ હાજરી આપીને નવ યુગલોને નવા જીવનની શરૂઆતની શુભકામનાઓ પાઠવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ