ગુણોત્સવના બીજા તબક્કા અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાર સોપાનમાં શાળા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 403 પ્રાથમિક શાળા, 49 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરદાર વિદ્યાલય ખાતે શિક્ષકોની ટીમ શાળામાં સ્વમૂલ્યાંકન વર્ગખંડ અવલોકન કરી રહી છે. CRC કો-ઓર્ડીનેટર દ્વારા વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન કરી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:02 પી એમ(PM) | મૂલ્યાંકન