આતંકવાદ વિરોધી ટુકડી- ATSએ પોરબંદરમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતો પંકજ દિનેશ કોટીયા નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની આર્મી અથવા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના કોઇ અધિકારી કે એજન્ટની સાથે સંપર્કમાં છે.
પંકજ કોટીયાએ અમદાવાદ ATS ખાતે પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તે હનીટ્રેપમાં ફસાયેલો હતો અને પાકિસ્તાની મહિલા રીયા જાસૂસને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી અને ફોટા આપતો હતો. તેના બદલામાં પંકજને પાકિસ્તાનની મહિલા દ્વારા અત્યાર સુધીમાં રૂ. 26000 ચૂકવવામાં આવ્યા છે. એટીએસએ પાંચ મહિનાની અંદર આ બીજો જાસૂસ ઝડપી પાડ્યો છે.