ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગરને, એ.આર.એ. ફૂટબોલ ક્લબ અને બરોડા ફૂટબોલ એકેડમીને બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા.
વ્યક્તિગત કેટેગરીમાં ગામની દીકરીઓને ફૂટબોલ પ્રત્યે પ્રોત્સાહિત કરવા બદલ પાટણના મહાદેવપુરા ગામના રંગતજી ઠાકોરને સ્પેશિયલ એવોર્ડ અપાયો હતો. ફૂટબોલ રેફરી ઓફ ધયર એવોર્ડ મહિલા શ્રેણીમાં રચના કામાણી અને પુરુષ શ્રેણીમાં આકાશ મહેતાને કોચ ઓફધ યર એવોર્ડ મહિલા શ્રેણીમાં કલ્પના દાસ અને પુરુષ શ્રેણીમાં ગોપાલ કાગને ફાળે ગયો છે. ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી ખુશ્બુ સરોજ અને હર્ષલ દાવડાને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા શ્રેણીમાં શિલ્પા ઠાકોર અને પુરુષ શ્રેણીમાં બ્રિજેશ યાદવને અપાયો હતો. વિશાલ વાજાને બેસ્ટ બીચ સોકર એન્ડ ફૂટસલ રેફરી ઓફ ધ યરથી સન્માનિત કરાયા હતા.