ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે.
અમદાવાદમાં આવેલ સાયન્સ સિટીમાં આ ઉજવણી અંતર્ગત પ્લેનેટોરિયમ શો, મોડેલ મેકિંગ એક્ટિવિટી, સ્પેસ ક્વીઝ, સ્પેસ પાથ પઝલ્સ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે.આ ઉપરાંત 10 ઓક્ટોબર સુધી સ્પેસ ટૉકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદી જુદી સંસ્થાના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ગુજરાત સાયન્સ સિટીમાં આવીને વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન વિશે રોચક માહિતી આપશે. વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓની શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1999માં 4 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વ અવકાશ સપ્તાહની થીમ ‘સ્પેસ એન્ડ ક્લાયમેટ ચેન્જ’ છે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:45 પી એમ(PM)