હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, તટવર્તી કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મરાઠવાડા, તટવર્તી આંધ્રપ્રદેશ, યાન અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ આજે સામાન્ય વરસાદ વરસી શકે છે.
રાજસ્થાન, હિમાચલપ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં બુધવાર સુધી ભારે વરસાદની આગાહી છે.