ભારતીય હવામાન વિભાગેઆગામી બે દિવસ સુધી મધ્ય ભારતમાં ભારેથી અતિભારી વરસાદ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્તકરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ સહિત મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં આવતીકાલસુધીમાં ભારે વરસાદની આગાહી છે.દરમિયાન ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, પોંડિચેરી અને કર્ણાટકમાંઆજે ભારે વરસાદની સંભાવના યથાવત્ છે. જ્યારે આગામી પાંચદિવસ સુધી હિમાચલપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાંભારે વરસાદની શક્યતા છે.પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં આ જ પ્રકારની સ્થિતિ યથાવત્રહેવાનું અનુમાન છે.
Site Admin | જુલાઇ 27, 2024 8:27 પી એમ(PM) | ગુજરાત | મધ્યભારત