ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:17 પી એમ(PM)

printer

ગુજરાત સહિતનાં જે રાજ્યો રાજકોષીય શિસ્ત જાળવી રાખે છે તેમને નાણા પંચ દ્વારા પુરસ્કાર આપવો જોઇએ એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬માં નાણા પંચ સાથેની બેઠકમાં જણાવ્યું હતું

ગુજરાત સહિતનાં જે રાજ્યો રાજકોષીય શિસ્ત જાળવી રાખે છે તેમને નાણા પંચ દ્વારા પુરસ્કાર આપવો જોઇએ એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬માં નાણા પંચ સાથેની બેઠકમાં જણાવ્યું હતું. રાજ્ય સરકારે વિભાજ્ય પુલમાંથી રાજ્યોને વહેંચવામાં આવતો હિસ્સોહાલનાં 41 ટકાથી વધારીને 50 ટકા કરવાની માંગણી કરી હતી.આજે ગાંધીનગરમાં યોજાયેલી 16મા નાણા પંચ સાથેની બેઠકમાંમુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાણા પંચે ભંડોળ ફાળવણીમાં ગુજરાતમાં તેજીથી વધતા શહેરીકરણઅને ગ્રામીણ વિસ્તારોના આદિજાતિ સમુદાયોની અલગ જરૂરિયાતો અને વાસ્તવિકતાઓને કેન્દ્રમાંરાખવી જરૂરી છે.  ૧૬મું નાણા પંચ ૧ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાનેઆવરી લેતો અહેવાલ તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫નાં રોજ રજૂ કરશે. આ કામગીરીનાં ભાગ રૂપે પંચનાંઅધ્યક્ષ ડોક્ટર અરવિંદ પનગઢિયા તથા સભ્યોએ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણાં મંત્રી કનુભાઈદેસાઈ તથા અન્ય વરિષ્ઠઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.૧૬માં નાણા પંચનાં અધ્યક્ષ ડૉક્ટર અરવિંદ પનગઢિયાએ ગુજરાતનીઆર્થિક પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો રીયલ જીડીપી વૃધ્ધિ દર સરેરાશ ૬ ટકા જેટલોરહ્યો છે તેની સામે ગુજરાતનો સરેરાશ વૃધ્ધિ દર ૮.૫ ટકાનો છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, નાણા પંચે પુનઃપ્રાપ્યઊર્જા, જળવાયુ પરિવર્તન, સાતત્યતા જેવાક્ષેત્રોમાં કામગીરીને આધારે રાજ્યોને ભંડોળ ફાળવવું જોઇએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ