ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે ટેક્ષટાઇલ્સ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નીતિની જોગવાઇઓને ગુજરાત રાજ્ય વ્યાપારી મહામંડળ દ્વારા આવકારવામાં આવી છે.
આ નીતિમાં કરેલી વિવિધ જોગવાઈઓ ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા, અનેકવિધ રોજગારીની તકોનું નિર્માણ કરવા અને આ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો. નવી નીતિ વસ્ત્રો, ટેક્નિકલ ટેક્સટાઇલ, અને પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ વિભાગોનો વિકાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલ અનેકવિધ નાણાકીય પ્રોત્સાહનોને આવકારવામાં આવ્યા હતા. આ જોગવાઇઓમાં કેપિટલ રોકાણ પરત્વે સબસીડી રૂપિયા 100 કરોડની મર્યાદામાં આ યોજનાને પાત્ર વિવિધ કેપિટલ રોકાણો પર 10% થી 35% સુધીની સબસિડી, ક્રેડિટ-લિંક્ડ વ્યાજ સબસિડી 5થી 8 વર્ષના સમયગાળા માટે 5% થી 7% વ્યાજ સબસિડી જેવી જોગવાઇઓને GCCI દ્વારા આવકારવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 16, 2024 11:23 એ એમ (AM)