ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા
માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે. 40 કરોડ રૂપિયાના ખર્ચે
અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આ કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ સાથે
રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા કુલ 17 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત કરાશે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, બાગાયતી ઉત્પાદનોની માંગને પહોંચી
વળવા બાગાયતી પાકોના વાવેતર અને બાગાયતમાં આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા
માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માટે કેન્દ્રો પર બાગાયતની નવી
આધુનિક પદ્ધતિઓ અંગેની તાલીમ અને પ્રદર્શનો યોજવામાં આવશે.
Site Admin | જુલાઇ 12, 2024 3:22 પી એમ(PM)