ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 7:34 પી એમ(PM) | ગુજરાત સરકારે

printer

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી છે.
આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતનો આ 34મો જિલ્લો હશે, જેનું મુખ્ય મથક થરાદ ખાતે હશે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેબિનેટે ગુજરાતની 9 નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે, જેમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. આ સાથે હવે ગુજરાતમાં 17 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 149 નગરપાલિકા હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ