ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરાઈ છે.
જે મુજબ આ વર્ષથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેમ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે.
ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બેસ્ટ ઓફ ટુ ની પદ્ધતિ લાગુ કરાયા બાદ હવે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ આ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને પુરક પરીક્ષામાં પરિણામ સુધારવાની તક મળશે.
નવી જોગવાઈ મુજબ ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓના મુખ્ય પરીક્ષા અને પુરક પરીક્ષાના પરીણામમાંથી જે પરીણામ શ્રેષ્ઠ હશે તેને ધ્યાનમાં લેવાશે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 8:02 એ એમ (AM) | ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ