ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીમાં યોજાયેલી 16મી GRIHA સંસ્થાની શિખર બેઠકમાં આ પુરસ્કાર ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહએ સ્વીકાર્યો હતો. આ પુરસ્કારમાં GRIHA રેટિંગ પ્લેક અને શીલ્ડ અપાયા હતા.
દિલ્હી ખાતેનું ગુજરાત ભવનમાં વર્ટિકલ ગાર્ડન, સૂર્ય ઊર્જાનો ઉપયોગ, ઉપયોગમાં લેવાયેલા પાણીને શુધ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી ટેકનોલોજી, જળ સંવર્ધનની સુવિધા તેમજ ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ જેવી પર્યાવરણને અનૂકુળ બધી જ જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે.
આશરે 20 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ગરવી ગુજરાત ભવનમાં રાજ્યની સંસ્કૃતિનું સમૃધ્ધિનો પરિચય આપતાં પરંપરાગત અને આધુનિક સ્થાપત્યનું મિશ્રણ છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:12 પી એમ(PM) | ગુજરાત સરકાર
ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
