ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 3:04 પી એમ(PM)

printer

ગુજરાત સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતાની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં દેશભરમાં મોખરે રહ્યું છે

ગુજરાત સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતાની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં દેશભરમાં મોખરે રહ્યું છે. જેમાં ગુજરાતે સતત ત્રણ વર્ષથી “એચીવર્સ” કેટેગરીમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે. જે રેન્કિંગની ટોચની કાર્યક્ષમ કેટેગરી છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જતીન પ્રસાદ દ્વારા “લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા છે.
અત્રે ઉલલેખનીય છે કે, એક હજાર છસો કિલોમીટર લાંબા દરિયાકિનારા સાથે ૪૮ નોન-મેજર પોર્ટ્સ અને કંડલા પોર્ટ સાથે ગુજરાત રાજ્ય હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું મુખ્ય આર્થિક કેન્દ્ર રહ્યું છે., મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યની સક્રિય નીતિઓ અને સુસંગત માળખાને કારણે ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ બધામાં મુખ્ય ભાગ સુવિધાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા, રાજ્ય સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે આપેલી સહાય અને વ્યવસાય સુગમતાનો રહેલો છે. આ ઉપરાંત ઇનોવેટીવ અને ઉત્તમ પ્રદર્શન કરનારી કંપનીઓને વિવિધ કેટેગરીમાં “Logistics Excellence, Advancement and Performance Shield (LEAPS)” એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ગુજરાત હંમેશા રોકાણ અને માળખાકીય વિકાસ માટે નીતિ આધારિત અભિગમ અપનાવતું આવ્યું છે જેના પરિણામે ગુજરાત ૨૦૨૧માં લોજિસ્ટિક્સ ક્ષેત્ર-વિશિષ્ટ પૉલિસી ધરાવતા પ્રથમ રાજ્યોમાં સામેલ થયું હતું. આ નીતિના ઉત્તમ અમલીકરણ થકી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ