ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો.
અમદાવાદના શાહિબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયેલા આ પરિસંવાદમાં કરવેરા અંગેની નવી જાહેરાતોની વિસ્તૃત સમજ કરવેરા નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી.જેમાં વિવિધ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલન તેમજ વિલીનીકરણને અસર કરતા કાયદાકીય માળખા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
કરવેરા નિષ્ણાતોએ વિવિધ ઇન્કમટેક્સ કરદાતાઓને લાભદાયી સાબિત થનાર આવકવેરાના કરના માળખામાં કરવામાં આવેલા ફેરફાર વિશે પણ વાત કરી હતી, તેમજ ચાર વર્ષ સુધી મોડીફાઇડ રિટર્ન ફાઈલ કરવા બાબત ઉપલબ્ધ વિવિધ રાહતનો ઉલ્લેખ કર્યો હતો.તેઓએ TDS તેમજ TCS ની વધારવામાં આવેલી મર્યાદા વિશે વાત કરી હતી તેમજ વિવિધ નુકસાનની રકમને આગળના વર્ષમાં “કેરી ફોરવર્ડ” કરવા અંગે પણ સમજ પૂરી પાડી હતી.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:08 એ એમ (AM) | ગુજરાત વેપારી મહામંડળ
ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો.
