ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક એમ બે વિધેયકો આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં પસાર થયા.. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતાંગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુનેગારોને ઝડપથી સજા અપાવવા તથાગુનામાંથી ભેગા કરેલી મિલકતને જપ્ત કરવાના ઉદ્દેશથી આ કાયદો લાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, અર્થવ્યવસ્થાને નુકશાનકરતા બુટલેગરો, જાહેર સેવકો, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો, ભુમાફીયાઓ, ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા ગુજરાતવિશેષ કોર્ટનો કાયદો બન્યો છે.. આ કાયદો ગરીબો અને શોષિતોની સંપત્તિ પડાવીને એકઠી કરેલી સંપત્તિને ગુનેગારોપાસેથી જપ્ત કરાશે.. જે ગુનાઓમાં ૩ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને ગુનાઓ આચરીનેમેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે..તો ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકવિધાનસભા ગૃહ ખાતે પસાર કરવામાં આવ્યું છે.. વિધાનસભા સત્રમાં ગુજરાત ખાનગીયુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક લાગુ થવાથી યુનિવર્સીટીના નામ તથા સ્થાન ફેરફાર કરવા જેવીબાબતોમાં સુધારો કરવા માટે વિધાનસભામાં લાવવાની જરૂર રહેશે નહિ. તેમણે કહ્યું કે વિધાર્થીઓની ઉચ્ચ અભ્યાસની જરૂરિયાત પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૧માં ૧૩ યુનિવર્સિટીની સરખામણીએવર્ષ ૨૦૨૪ માં ૧૦૮ યુનિવર્સીટી કાર્યરત છે. રાજ્યમાં વર્ષ ર૦૦૧માં નવ મેડીકલ કોલેજોકાર્યરત હતી. જ્યારે હાલ રાજયમાં કુલ ૪૦મેડીકલ કોલેજો કાર્યરત છે. જેમાં ૭ હજાર પ૦ જેટલી એમ.બી.બી.એસ.ની બેઠકો છે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 7:36 પી એમ(PM)