ગુજરાત વિધાનસભા બાદ ગાંધીનગર જિલ્લા અદાલત હવે પેપરલેસ બની છે. ગાંધીનગર જિલ્લા ન્યાયાધીશ હિતા ભટ્ટ દ્વારા અદાલત ખાતે ઇ- સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇ- સેવા કેન્દ્રનો હેતુ પક્ષકારો તેમજ વકીલને તેમના કેસોની મહિતી તેમજ ચુકાદાની નકલ સરળતાથી પેપરલેસ માધ્યમથી મળી રહે તેવો છે. આ ઉપરાંત નવા કેસમાં હવે ઇ-ફાઇલિંગ, ડિજીટલી અરજી કરવાની સુવિધા, ઓનલાઇન અપોઇન્મેન્ટ બૂકિંગની સુવિધા, જજ વિશેની માહિતી, કાનૂની સલાહ અને સહાય મેળવવા અંગે માર્ગદર્શન, વર્ચ્યૂઅલ કોર્ટના ઇ-ચલણ અંગે માહિતી, તેમજ વીડિયો કૉન્ફરન્સિંગથી કોર્ટ હિયરિંગ અંગે માર્ગદર્શન આપવામા આવશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 4:11 પી એમ(PM) | વિધાનસભા