ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા મુસદ્દા તાલીમ કાર્યક્રમનો આજે આરંભ થયો. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાત વડીઅદાલતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓને કાયદાકીય લખાણ અંગેની તાલીમ આપવામાં આવી હતી..
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કાયદાના શબ્દો સરળ હોવા જોઈએ, જેથી સામાન્ય માણસ પણ તેને સમજી શકે.. આ પ્રસંગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાયદાનું ડ્રાફ્ટ કરનાર એક્સપર્ટ ઇનોવેટિવ, ડાયનેમિક્સ, રિયલિસ્ટિક અને રીસર્ચફૂલ હોવા જોઈએ.
આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાતો દ્વારા વિવિધ ક્ષતિરહિત કાયદાઓની રચના કરવા માટેના મૂળભૂત સિદ્ધાંતો તથા ભારતીય બંધારણમાં કરવામાં આવેલ કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 22, 2024 3:56 પી એમ(PM)