ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદ યોજાઈ. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના 10 યુવાનોએ બંધારણના 75 વર્ષની યાત્રા વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 108 યુવાનોએ ભાગ લીધો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ યુવાઓને એક શ્રેષ્ઠ નેતા, વક્તા બનવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ યુવા સંસદમાં કચ્છની આયુષી કેનિયાએ પ્રથમ સ્થાન, વડોદરાની સોનાલીકા નિગમે દ્વિતીય સ્થાન અને ગાંધીનગરના પ્રથમ ટાકોલિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. ત્રણ વિજેતાઓ કેન્દ્રીય હોલ સંવિધાન સદનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Site Admin | માર્ચ 31, 2025 6:52 પી એમ(PM) | વિધાનસભા
ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદ યોજાઈ
