ગુજરાત વિધાનસભામાં ગઈકાલે નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા અંદાજપત્રમાં સૌથી વધુ 59 હજાર 999 કરોડ રૂપિયાની જોગવાઈ શિક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવી.
આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થશે. અંદાજપત્ર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ પણ શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 8:54 એ એમ (AM)
ગુજરાત વિધાનસભામાં ગઈકાલે નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા અંદાજપત્રમાં સૌથી વધુ 59 હજાર 999 કરોડ રૂપિયાની જોગવાઈ શિક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવી
