વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આગામી 21 ઑગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટેની રજૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કરી છે. અધ્યક્ષે રાજ્યપાલ શ્રીને કરેલી રજૂઆતમાં 21 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી સભાગૃહ બોલાવવા માટેનું અહ્વાન કર્યું છે. અધ્યક્ષ દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ દિવસે સભાગૃહની બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 9:06 એ એમ (AM)