ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના કાર્યકારી સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે ચાચા નહેરુના વ્હાલા એવા બાળકો, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિનની બાળદિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. તેમણે સને ૧૯૪૭ થી ૧૯૬૪ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી રહી ભારતની શાન દુનિયાભરમાં વધારી, પંચશીલના સિદ્ધાંતો આપ્યા હતા
Site Admin | નવેમ્બર 14, 2024 3:31 પી એમ(PM) | પંડિત જવાહરલાલ નહેરુ