ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પહેલા દિવસના બીજા સત્રમાં અંધશ્રદ્ધા અટકાવવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર થયું છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક વિધાનસભામાં રજૂ કર્યુ હતું.. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર આ કાયદો લાવી રહ્યું હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.. અંધશ્રદ્ધા ફેલાવીને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા તથા અમાનુષી અત્યાચાર કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની આ વિધેયકમાં જોગવાઇ કરવામાં આવી હોવાનું હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 21, 2024 7:41 પી એમ(PM)