ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજના ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠના સ્નાનાગારમાં 30 લાખ રૂપિયાના ખર્ચે નવો અદ્યતન ફિલ્ટરેશન પ્લાન્ટ તૈયાર કરવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠના અંભેટીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મિલેટ્સ અને ચોખાનું ઉત્પાદન કેન્દ્ર બને, દેથલીનું કેન્દ્ર બીજ ઉત્પાદન અને ફૂડ પ્રોસેસિંગનું મહત્વનું સેન્ટર બને તથા રાંધેજાનું કેન્દ્ર પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીનું આદર્શ મોડેલ બને એ માટેના નિર્ણયો પણ આ બેઠકમાં લેવાયા હતા.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:36 પી એમ(PM) | ગુજરાત વિદ્યાપીઠ