ગુજરાત વડી અદાલતે રાજ્યનાં છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડીકલ અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે જણાવ્યું છે. અદાલતે સરકારને આવા વિસ્તારોમાં આરોગ્ય વિષયક સેવાઓને પ્રાથમિકતા આપવા પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છોટા ઉદેપુરનાં ક્વાંટ તાલુકાના તુરખેડા ગામમાં રોડ, એમ્બ્યુલન્સની સુવિધાનાં અભાવે ગર્ભવતી મહિલાનાં મૃત્યુની ઘટનામાં વડી અદાલતે હાઇકોર્ટે સુઓમોટો પીઆઇએલ દાખલ કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે, આવી સ્થિતી ફરી ન સર્જાય તે માટે નિષ્ણાત વ્યક્તિ જ જે તે ગામ સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
Site Admin | ઓક્ટોબર 18, 2024 10:45 એ એમ (AM) | વડી અદાલતે