ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 10:00 એ એમ (AM)

printer

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે.

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરજિયાત હેલ્મેટના કાયદાના અમલ માટે રાજ્ય સરકારને તાકીદ કરી છે અને અમલીકરણ કરવા 15 દિવસનું આખરીનામું આપ્યું છે. આ ઉપરાંત વડી અદાલતે રોંગ સાઇડમાં બાઇક કે કાર ચલાવનાર સામે પણ કાયદા મુજબ પગલાં લેવા આદેશ કર્યો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હોવાથી આ સમસ્યા નિવારવા કાર્યવાહી કરવા, ટ્રાફિક પોલિસમાં ભરતી કરવા અને એસજી હાઇ વે પર સર્વિસ રોડ બનાવવાનો પણ વડી અદાલતે આદેશ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ