ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત” યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” નો અરવલ્લી જીલ્લામાં પ્રારંભ કરાયો. જે અંતર્ગત મોડાસા મુકામે એક યોગ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું. 15 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં જોડાયેલા ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના યોગ તેમજ દરરોજ અલગ અલગ જ્યુસ તેમજ યોગ્ય પ્રકારનો ખોરાક આપવામાં આવશે.
બીજી તરફ વલસાડના તિથલ ખાતે ગ્રામ પંચાયતના મેદાન પર યોગ શિબિરનો શુભારંભ થયો હતો જેમાં જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા શિબિરાર્થીઓને ૧૦ જડી બુટ્ટીનો કાઢો પીવડાવવામાં આવ્યો હતો તેમજ મેડિકલ ઓફિસર દ્વારા એ જડીબુટ્ટીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
પાટણમાં પણ આજથી ૨૮ નવેમ્બર સુધી ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનું આયોજન કરાયું છે. આ અભિયાન ૧૫ દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાયાબિટીસના દર્દીના લોહીની ચકાસણી કરવામાં આવી હતી.
રાજ્યમાં વધુ પ્રમાણમાં ડાયાબિટીસના દર્દીઓને જોતાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટિસમુક્ત રાજ્ય બનાવવાના ભાગરૂપે આ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Site Admin | નવેમ્બર 14, 2024 7:22 પી એમ(PM) | ગુજરાત રાજ્ય યોગ બોર્ડ