ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે.
વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યા મુજબ નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને 4ના કર્મચારીઓના 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને 14 લાખ રૂપિયાની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવાશે, આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને 4ના અવસાન પામેલ કર્મચારીઓના કુટુંબને પણ 14 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 4:01 પી એમ(PM) | ગુજરાત
ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો
