ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે.
ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ તથા અમદાવાદના નિકોલમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો છે. આ વર્ષના રિલાયન્સ કપમાં પ્રતિષ્ઠિત ટ્રોફી માટે 28 જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે.
આ ટૂર્નામેન્ટ બે-સ્તરે યોજવામાં આવી છે, જે અંતર્ગત કુલ 49 મેચ યોજાશે. પ્રથમ સ્તરમાં કુલ 12 ટીમ ભાગ લેશે. જેમાં ગત વર્ષના પ્રદર્શનના આધારે આઠ ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે, જ્યારે બાકીના ચાર સ્થાન માટે દ્વિતીય સ્તરની 20 ટીમો વચ્ચે લીગ-કમ-નોકઆઉટ ફોર્મેટમાં મુકાબલા થશે.
રિલાયન્સ કંપની ફાઈનલ મેચ આગામી 28મી સપ્ટેમ્બરે પી.ડી.ઈ.યુ., ગાંધીનગર ખાતે યોજાશે. પ્રારંભિક ચાર મેચ રમાઇ હતી, જેમાં વલસાડ, ભાવનગર, સાબરકાઠાં અને છોટાઉદેપુરની ટીમનો એમની અલગ અલગ મેચમાં વિજય થયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 7:43 પી એમ(PM)
ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા સિનિયર મેન્સ 42મી આંતર જિલ્લા ફૂટબોલ ટૂર્નામેન્ટનો ગાંધીનગરથી આરંભ
