ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 8:31 એ એમ (AM) | ઉત્તરાયણ

printer

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.
છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન ધ્રુપેનભાઈ પટેલે જણાવ્યું હતું કે પતંગ રસીયાઓએ પતંગ ઉડાડતા સમયે પ્રાથમિક સારવારની કીટ હાથ વગી રાખવી, માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહેવું, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાત્રી કરી લેવી, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહેવું, સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળી પક્ષીઓનું જીવન બચાવવા અનુરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ