ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપેડીશન યોજવામાં આવ્યું હતું. બ્રિક્સ અને બ્રિક્સ સહિતના રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.. ભારતના 20 શહેરોમાંથી લગભગ 100 યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં પ્રશિક્ષણ અને સહયોગી સત્રો યોજાયા હતા.
બ્રિક્સ એસોસિએશનનો હેતુ યુવાઓના મૂલ્યો અને સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ યુવા નેતાઓનો સમુદાય બનાવવાનો હતો. BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર “રશિયા-બ્રિક્સ”, યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્રોજેક્ટ ઓફિસના સહયોગથી યોજાઈ રહી છે. પોતાના સંબોધનમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા સૌથી પ્રતિભાશાળી યુવાનોને BRICS સાથે જોડવા માટે પહેલ છે જે યુવાનોમાં સહાનુભૂતિ, સાંસ્કૃતિક સમજણ અને વિશ્વ પ્રત્યેની જવાબદારીની ભાવનાને ઉપજાવશે.
આ કાર્યક્રમ માટે ભારતમાં આવેલા બ્રિક્સ એજ્યુકેશન એક્સપેડીશન ના વડા ડાયના કોવેલાએ જણાવ્યું હતું કે, “બ્રિક્સ એજ્યુકેશન એક્સપેડીશનના વિચારને કાઝાનમાં તાજેતરના બ્રિક્સ સમિટ દરમિયાન આધાર મળ્યો હતો. બ્રિક્સ દેશોના વડાઓ દ્વારા હસ્તાક્ષર કરાયેલ કાઝાન ઘોષણાપત્રમાં સહકાર અને પ્રોત્સાહન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. BRICS બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રોનો સમૂહ છે.. બ્રિક્સે તેનું વિસ્તરણ કરીને ગયા વર્ષે ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, ઈથોપિયા અને ઈજિપ્તને પણ જૂથમાં સામેલ કર્યા છે.
Site Admin | નવેમ્બર 17, 2024 6:59 પી એમ(PM)