અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઈન્ટર્નશીપ કરી શકશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, જાપાનની શિઝૂઑકા પ્રિફેકચરના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન સમજૂતી કરાર કર્યા હતા. શિઝૂઑકાની અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કરાયેલા આ કરાર થકી આગામી પાંચ વર્ષ સુધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી શકશે. તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન ઈન્ટર્નશીપ પણ કરી શકશે. જ્યારે શિઝૂઑકાના પ્રિફેક્ચરના વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે.વિદ્યાર્થીઓ કૃત્રિમ બુદ્ધિમત્તા- AI, હેરિટૅજ મેનેજમેન્ટ, ફિનટેક સહિતના અભ્યાસક્રમોની પણ તાલીમ લેશે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 7:34 પી એમ(PM) | ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી 5 વર્ષ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઈન્ટર્નશીપ કરી શકશે
