ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 9, 2024 7:47 પી એમ(PM) | Gujarat Maritime Board | Indian Ports Association

printer

ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તકનાં નાના બંદરો પર માલ પરિવહનમાં 15 ટકાનો વધારો

ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનાં તમામનાના બંદરો પર એપ્રિલથી જૂન દરમિયાન માલ પરિવહનમાં 15 ટકાનો વધારો થયો છે. ગયાનાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં 106 મિલિયન મેટ્રિક ટનની સરખામણીએચાલુ નાણાકીય વર્ષનાં સમાન સમયગાળામાં 122 મિલિયન મેટ્રિક ટન માલનું પરિવહન થયુંછે એમ ગુજરાત મેરીટાઇમ બોર્ડની યાદીમાં જણાવ્યું છે. આ જ સમયગાળા દરમિયાન દેશનાં મોટાબંદરોએ માલ પરિવહનમાં આશરે ચાર ટકા વધારો નોંધાવ્યો છે એમ ઇન્ડિયન પોર્ટ એસોસિએશનેજણાવ્યું છે. રાજ્યમાં કુલ માર્ગ પરિવહનમાં નાના બંદરોનો હિસ્સો 90 ટકાથી વધુ છે. માલપરિવહનમાં વધારામાં ખાનગી બંદરો અને કેપ્ટિવ જેટીનું પણ મોટું યોગદાન રહ્યું છે.ગુજરાત મેરીટાઇમ બોર્ડના મુખ્યકારોબારી અધિકારી રાજકુમાર બેનિવાલે જણાવ્યું હતું કે, જીએમબીગુજરાતનાં બંદરોની ક્ષમતાઓ અને કાર્યદક્ષતાને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મકપહેલો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ