ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 25, 2024 8:10 એ એમ (AM) | શિક્ષણ બોર્ડ

printer

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી કોઈ પણ ગ્રૂપ રાખી પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રૂપ બદલી શકશે અને કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે. ગ્રુપમાં ફેરફાર ઈચ્છતા વિદ્યાર્થીએ 6 જાન્યુઆરી 2025 સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે.
આ સાથે જ ધોરણ 12 સમાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની અરજી લેટ ફી સાથે ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર હતી જેની મુદત બે દિવસ માટે લંબાવીને આવતીકાલ સુધીની કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ